પરીવાર નીવેદન
સુજ્ઞ જ્ઞાતીજનો,
જૈં જૈં શ્રી ગોકુલેશ
સાઠંબા સમુદાય મિત્ર મંડળ, અમદાવાદના મારા પ્રમુખ પદ હેઠળ, અમદાવાદમાં વસતા જ્ઞાતીજનોના સહકારથી અમદાવાદમાં વસતા જ્ઞાતીજનોને ઉપયોગી એવી વેબ સાઈટ બનાવેલી હતી, જેનો અમદાવાદમાં વસતા જ્ઞાતીજનો ધ્વારા ખુબ જ આવકાર મળ્યો હતો. આ વેબ સાઈટ સમગ્ર સાઠંબા સમુદાયના જ્ઞાતિજનોને સમાવીને બનાવવા માટેનો જ્ઞાતીજનોનો આગ્રહ હતો .
ચાલુ સાલે મુંબાઈ મુકામે મળેલ વાર્ષિક સભામાં નક્કી થયા મુજબ સમાજનું વસ્તીપત્રક તથા સરનામાવલી તેમજ સમાજના જ્ઞાતીજનોને ઉપયોગી માહિતી મળી રહે તે માટેની વેબ સાઈટ બનાવવા માટેના અમારા સૂચનને સમર્થન આપીને અમારા પરિવારને તે અંગેની મંજુરી આપવા બદલ આપ સર્વેના આભારી છીએ.
આજની આધુનિક Advance Technology કે જેમાં Computer અથવા Laptop વગર મોબાઈલ ધ્વારા પણ વેબ સાઈટ જોઈ શકાય છે, તો આપણે પણ આપણા સમાજ માટે આવી Advance Technology ના ઉપયોગ ધ્વારા, સમાજનો વહીવટ Paperless Work ધ્વારા કરી ખર્ચ તેમજ સમયનો બચાવ કેમ ન કરી શકીએ ?
આ વેબ સાઈટ બનાવવાનો ઉદ્દેશ જ્ઞાતીજનો એકબીજાના સંપર્કમાં રહી શકે તેમજ મંડળની પ્રવૃત્તિઓથી વાકેફ થઇ શકે અને એકબીજાના જીવનમાં બનતી ઘટનાઓથી માહિતગાર રહી શકે, તે છે. આ ઉપરાંત વેબ સાઈટ ઉપર કાયમ સ્વરૂપે સરનામાવલી રાખવામાં આવશે . જો સભ્યો જાગૃત રહેશે તો સરનામાવલી હરહંમેશ માટે શક્ય એટલી અપટુડેટ (અદ્યતન( બનતી રહેશે.
આપ સર્વે જ્ઞાતીજનોને વિનંતી કરવાની કે પોતાનો મોબાઈલ નંબર તથા E _Mail Id જરૂરથી Up Load કરશો, જેથી સમાજનો વહીવટ તેમજ પ્રવૃત્તિ અંગેની માહિતી દરેક જ્ઞાતીજનોને મોકલી શકાય .
જ્ઞાતીજનો એકબીજાના સંપર્કમાં રહી શકે તેમજ એકબીજાના જીવનમાં બનતી ઘટનાઓથી માહિતગાર રહી શકે તે માટે તેમાં સમાચાર લેવામાં આવશે , જેમાં જન્મ, મરણ તેમજ પ્રગતિના અહેવાલો પંદર દિવસ માટે મુકવામાં આવશે.
વેબ સાઈટમાં ટૂંકી કામચલાઉ જાહેરખબર પણ પંદર દિવસ માટે લેવામાં આવશે જેમાં જ્ઞાતી ગૌરવ, સ્મર્ણાજલી, વેપાર- ધંધા, પરદેશ ગમન , શુભેચ્છા વિગેરે રહેશે. આ ઉપરાંત કાયમી જાહેરાતો પણ લેવામાં આવશે . (દરેક જાતની જાહેરાતોના દર પ્રમુખશ્રી ધ્વારા કારોબારીની મંજુરીથી નક્કી કરવામાં આવશે )
(વેબ સાઈટ પર દરેક મેટરની કોમ્પ્યૂટરાઈઝ્ડ સોફ્ટ કોપી પ્રમુખશ્રી ધ્વારા જ મોકલવાની રહેશે)
આ વેબ સાઈટ અત્યારે પ્રયોગાત્મક ધોરણે છે જેમ જેમ અનુભવ થતો તેમ તેમ Up Load કરતા જઈશું. શરૂઆતમાં વેબ સાઈટમાં વસ્તીપત્રક તથા સરનામાવલી English માં પુર્ણ રૂપમાં મુકવામાં આવશે. ત્યાર બાદ ધીરે ધીરે ગુજરાતીમાં પણ મુકવામાં આવશે. વેબ સાઈટને વ્યવસ્થિત રીતે પુર્ણ થતાં આશરે છએક મહિના લાગશે .
અંતમાં દરેક જ્ઞાતીબંધુઓને વિનંતી કે દરેક અઠવાડિયે વેબ સાઈટની મુલાકાત લે.

આપના સહકારની અપેક્ષા સહ,
રુક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ ) પરીવાર વતી
શ્રી ગોકળદાસ પી શાહ ,
શ્રી હિતેષ છબીલદાસ શાહ
શ્રી અલકેશ છબીલદાસ શાહ
શ્રી જૈમીન ગોકળદાસ શાહ
શ્રી ધવલ ગોકળદાસ શાહ ના જૈં જૈં શ્રી ગોકુલેશ.