શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ (ગાબટ) પરિવાર
ધ્વારા નિર્મિત એવં સંચાલિત
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય વેબ સાઈટ
હેતુ (ઉદ્દેશ)
આ વેબ સાઈટ બનાવવાનો મુખ્ય હેતુ દરેક જ્ઞાતિજન, સમાજના કુટુંબોની માહિતી મેળવી શકે,
અને એકબીજાના સંપર્કમાં રહી તેમના જીવનમાં બનતી ઘટનાઓથી પરિચિત રહી શકે ઉપરાંત મંડળની
પ્રવૃત્તિઓથી વાકેફ થઇ શકે.
આજની આધુનિક Advance Technology કે જેમાં Computer અથવા Laptop વગર પણ ફક્ત મોબાઈલ
ધ્વારા વેબ સાઈટ જોઈ શકાય છે. આપણા સમાજ માટે પણ આવી Advance Technology નો ઉપયોગ કરી
સમાજનો વહીવટ Paperless Work ધ્વારા કરી ખર્ચ તેમજ સમયનો બચાવ કરી શકાય. આ ઉપરાંત સમાજના
જ્ઞાતિજનો તેમજ અન્યવ્યક્તિઓની પાસેથી તેઓના ધંધાની અગર બીજી કોઈ જાહેરાતો લઇ સંસ્થાને
આર્થિક રીતે પણ સધ્ધર બનાવી શકાય.
કન્વીનર નિવેદન
ગોકળદાસ પુરુષોત્તમદાસ શાહ(કન્વીનર)
વહાલા જ્ઞાતિજનો
જૈ જૈ શ્રી ગોકુલેશ
સાઠંબા સમુદાય મિત્ર મંડળ- અમદાવાદના મારા પ્રમુખ પદ હેઠળ, ઉપપ્રમુખો શ્રી યશવંતભાઈ
સી. શાહ તથા દિનેશચન્દ્ર એસ શાહ તેમજ મારા સાથીદાર મિત્રો શ્રી અશ્વિનભાઈ આર. શાહ અને
ભુપેન્દ્રભાઈ આર. શાહ અને ખાસ તો અમદાવાદના જ્ઞાતીજનોના સહકારથી અમદાવાદમાં વસતા જ્ઞાતીજનો
માટે વેબ સાઈટ બનાવેલી હતી, જેને ખુબ જ આવકાર મળ્યો હતો. આ વેબ સાઈટ સમગ્ર સાઠંબા સમુદાયના
જ્ઞાતિજનોને સમાવીને બનાવવા માટેનો જ્ઞાતીજનોનો આગ્રહ હતો.
તેને અનુલક્ષીને મુંબઈ મુકામે મળેલ વાર્ષિક સભામાં સમાજનું વસ્તીપત્રક તથા સરનામાવલી
તેમજ સમાજના જ્ઞાતીજનોને ઉપયોગી માહિતી મળી રહે તે માટેની વેબ સાઈટ સ્વખર્ચે (ની:શુલ્ક)
બનાવી ૫ (પાંચ) વર્ષ માટે સંચાલન કરવા તેમજ વેબ સાઈટમાં મળેલ જાહેરાતોની સંપૂર્ણ આવક
મંડળને મળે તે માટેના અમારા સૂચનને સમર્થન આપીને અમારા પરિવારને તે અંગેની મંજુરી આપવા
બદલ મંડળના આભારી છીએ.
વેબ સાઈટ બનાવવા માટે કેળવણી મંડળના પ્રમુખશ્રી જગદીશભાઈ આર. શાહ
તથા તેમની ટીમે સતત જહેમત ઉઠાવી અમોને પ્રોત્સાહિત કરવા બદલ તેઓના આભારી છીએ.
વેબ સાઈટનું સફળ Programming કરી આપવા બદલ શ્રી જૈમિનભાઈ ભરતભાઈ શાહ ( મોડાસા )
તેમજ શ્રી શંકરલાલ એચ શાહ (મુંબઈ) કે જેઓ ધ્વારા કેળવણી મંડળના અત્યાર
સુધીના વાર્ષિક અહેવાલો પ્રાપ્ત થયેલ છે (જેમાંથી સમાજને લગતી અગત્યની માહિતી આપણે
આ વેબ સાઈટમાં સમાવેશ કરી શક્યા છીએ.) ના ખુબ ખુબ આભારી છીએ.
આ વેબને આપણે સૌએ પોષવાની છે. જેથી એ એક સંપર્કનું આદર્શ માધ્યમ બની રહે. યાદ રહે કે
આ વેબ આપણી, આપણા માટે અને આપણા થકી છે. શરૂઆતમાં આપણી હાથલાકડીથી જ એ આગળ ચાલશે ને
પછી માતૃ-પિતૃવત્ વલણ અને લાગણી જ એને ટકાવશે.
તેથી જ
આ વેબ સાઈટ ધ્વારા આપ આપણી સંસ્થાને આર્થિક રીતે સધ્ધર કરવા મદદ રૂપ થઇ શકો તે માટે
વેબ સાઈટમાં આપના ધંધાની અગર બીજી કોઈ જાહેરાત આપવા હાર્દિક અપીલ છે. તે માટે કેળવણી
મંડળના પ્રમુખ શ્રી / સેક્રેટરીશ્રી નો સંપર્ક કરવા વિનંતી છે
સમાજની દરેક પાંખોના પ્રમુખો તથા હોદ્દેદારોને પણ વિનંતી કરવાની કે સંસ્થાઓના કોઈ પણ
સમાચારો / માહિતી / અહેવાલોની જાણ કરશો જેથી જેનો સમાવેશ વેબ સાઈટ માં કરી શકાય.
સર્વેજ્ઞાતીજનોને પણ વિનંતી કરવાની કે પોતાનો મોબાઈલ નંબર તથા E _Mail Id જરૂરથી Up
Load કરતા રહેશો, જેથી સમાજનો વહીવટ તેમજ પ્રવૃત્તિ અંગેની માહિતી દરેક જ્ઞાતીજનોને
મોકલી શકાય.
અંતે ...
કોઈ પણ કાર્યક્રમ, સર્વેના સહકાર, ટીમવર્ક અને ઠાકોરજીની કૃપા વગર શક્ય નથી. આપ સૌનો
સહકાર / માર્ગદર્શન / સુચનો અમને મળતાં રહે અને કાર્યક્રમો ઠાકોરજીના મનોરથો બની રહે
એજ અભિલાષા.
દરેક જ્ઞાતીબંધુઓને વિનંતી કે દરેક અઠવાડિયે વેબ ની મુલાકાત લે.
આપના સહકારની અપેક્ષા સહ,
શ્રીમતી રૂક્ષમણીબેન પુરૂષોત્તમદાસ શાહ (ગાબટ ) પરીવાર વતી
ગો.વા. શ્રી છબીલદાસ પુરુષોત્તમદાસ શાહ શ્રી ગોકળદાસ પુરુષોત્તમદાસ શાહ
ગં.સ્વ. સુર્યાબેન છબીલદાસ શાહ અ. સૌ. ઉષાબેન ગોકળદાસ શાહ
શ્રી હિતેશ છબીલદાસ શાહ શ્રી જૈમીન ગોકળદાસ શાહ
શ્રી અલ્કેશ છબીલદાસ શાહ શ્રી ધવલ ગોકળદાસ શાહ
ચેતના-મુકેશકુમાર શાહ, શિલ્પા- બીપીનકુમાર શાહ રૂપલ- જીગ્નેશકુમાર શાહ
શ્રી વાડીલાલ વેણીચંદદાસ શાહ
ગો.વા. આનંદીબેન વાડીલાલ શાહ
શૈલેશ - ભદ્રેશ વ્રજબાલા - વર્ષા
વેબ સંકલન
સંકલન સમિતિઓ
વેબ સાઇટનું સંચાલન બહુજ સરળતાથી ચાલી શકે તેમજ વારંવાર તેમાં જરૂરીયાત પ્રમાણે સુધારા
વધારા કરી શકાય તે માટે પરિવાર તરફથી નીચે પ્રમાણેની સમિતિઓ બનાવામાં આવેલ છે.
કન્વીનર
શ્રી ગોકળદાસ પુરુષોત્તમદાસ શાહ
વેબ ડેવલોપર
શાહ જૈમીન ભરતભાઈ શાહ (મોડાસા)
સલાહકાર સમિતિ
શ્રી યશવંતલાલ ચંદુલાલ શાહ
શ્રી અશ્વિનભાઈ રમણલાલ શાહ
કેળવણી મંડળના વર્તમાન પ્રમુખશ્રી / હોદ્દેદારો
સંચાલન સમિતિ
શ્રી દિનેશચંદ્ર સખીદાસ શાહ
શ્રી ઉત્પલ સુભાષભાઈ શાહ
શ્રી હીતેષ છબીલદાસ શાહ શ્રી અલ્કેશ છબીલદાસ શાહ
શ્રી જૈમીન ગોકળદાસ શાહ શ્રી ધવલ ગોકળદાસ શાહ